જામનગરમાં આજે દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યાં છે. શહેરની મધ્યમાં આવેલી ખંભાળિયા ગેટ પોલીસ ચોકી સામે આવેલા માધવરાયજીના મંદિર પાસે એક શખ્સ નશાની હાલતમાં બેશુદ્ધ અવસ્થામાં સૂતો પડ્યો હતો. જોકે, પોલીસે આબરૂ સાચવવા તાબડતોબ 108 બોલાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસે હોસ્પિટલ ખસેડ્યો
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા શહેરમાં દારૂ જુગાર સંપૂર્ણપણે નાથવા માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ત્યારે બીજી બાજુ શહેરની મધ્યમાં આવેલી ખંભાળિયા ગેટ પોલીસ ચોકી સામે જ એક શખ્સ ચિકાર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ નોઈડા દ્વારા તાત્કાલિક આ શખ્સની પૂછપરછ કરી અને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ શખ્સ પોલીસ ચોકીની આજુબાજુમાંથી જ નશો કરીને આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેથી ખંભાળિયા ગેટ પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. બેશુદ્ધ અવસ્થામાં સુતો પડેલા શખ્સને જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.