તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:જામનગર માર્કેટ યાર્ડમાં અજમાની આવકમાં હજુ તેજી યથાવત, રૂ.5400 ભાવ બોલાયા

જામનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 11,985 ગુણીની આવક, કપાસના રૂ.1220, મરચાના 2750, જીરૂના રૂ. 2440 ખેડૂતોને ઉપજયા

જામનગર માર્કેટ યાર્ડમાં અજમાની આવકમાં તેજી યથાવત રહી છે. જેના ભાવ રૂ.5400 બોલાયા હતાં. હરાજીમાં કપાસના રૂ.1220, મરચાના રૂ.2750 અને જીરૂના રૂ.2440 ખેડૂતોને ઉપજયા હતાં. એક દિવસમાં જુદી-જુદી જણસોની 11985 ગુણી આવી હતી.જામનગર માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે જુદી-જુદી જણસોની 35598 મણ આવક થઇ હતી. જેમા બાજરીની 276, તુવેરની 1050, ચણાની 5356, મગફળીની 3941, એરંડાની 4011, તલની 844, રાયડાની 2240, કપાસની 7749, જીરૂની 1191, અજમાની 5493 મણ આવકનો સમાવેશ થાય છે.

ખેડૂતોને હરાજીમાં 20 કીલો તુવેરના રૂ.1100 થી 1330, અડદના રૂ.1055 થી 1475, મગના રૂ.1225 થી 1615, ચોળીના રૂ.700 થી 1205, ચણાના રૂ.670 થી 891, મગફળીના રૂ.800 થી 1152, અરેંડાના રૂ.796 થી 848, તલના રૂ.1550 થી 2350, રાયડાના રૂ.825 થી 985, લસણના રૂ.800 થી 1475, કપાસના રૂ.1050 થી 1220, જીરૂના રૂ.1780 થી 2440, અજમાના રૂ.2400 થી 5400 અને સૂકા મરચાના રૂ.1400 થી 2750 ઉપજયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો