જણસના ભાવમાં વધારો:જામનગર યાર્ડમાં અજમાનો રેકોર્ડબ્રેક 4,905 ભાવ બોલાયો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1356 ખેડૂતોએ 49016 મણ જણસ વેચી

જામનગર માર્કેટીંગ યાર્ડમાં સોમવારે અજમાનો રેકોર્ડબ્રેક 4905 ભાવ બોલાયો હતો. માર્કેટીંગ યાર્ડમાં સોમવારે 1356 ખેડૂતોએ પોતાની 49016 મણ જણસ યાર્ડમાં વેચી હતી જેમાં ઘઉં, રાયડો કપાસ વગેરે મુખ્ય હતા. જામનગર માર્કેટીંગ યાર્ડમાં સોમવારે સવારે ખૂલતી બજારે જ અજમાનો રેકોર્ડબ્રેક 4905 ભાવ બોલાયો હતો. યાર્ડમાં 230 ખેડૂતોએ 2016 ગુણી અજમો વેચ્યો હતો.આ ઉપરાંત યાર્ડમાં જુવારના ઉંચા ભાવ 500, બાજરીના 330, ઘઉંના 450, મગના 1475, અડદના 1025, તુવેર 1205, ચણાના 929, મગફળી 1050, એરંડો 1346, રાયડો 1295, લસણ 570, કપાસ 2140, જીરૂ 3900, અજમાની ભુસી 2650, ધાણા 2585, ડુંગળી 605, મરચા સુકા 3500 અને સોયાબીનના રૂા.1245 ભાવ બજારમાં ઉપજ્યા હતા. યાર્ડમાં 1356 ખેડૂતોએ 15912 ગુણીમાં 49016 મણ આવક વેચી હતી. આમ અજમાનો ભાવ રેકર્ડ બ્રેક બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...