કૃષિ:જામનગર યાર્ડમાં અજમાનો ભાવ રૂા. 6,005 બોલાયો, 374 ખેડૂત આવ્યા છતાં ફકત 5451 મણ જણસ ઠલવાઇ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાના કારણે યાર્ડમાં જણસની આવકમાં જબરો ઘટાડો

રાજયમાં અજમાનું હબ ગણાતા જામનગર માર્કેટીંગ યાર્ડમાં અજમાનો ભાવ રૂ.6005 બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. માવઠાના કારણે યાર્ડમાં જણસની આવકમાં જબરો ઘટાડો નોંધાયો છે. 374 ખેડૂત આવ્યા હોવા છતાં ફકત 5451 મણ જણસ ઠલવાઇ હતી.રાજયમાં જામનગર માર્કેટ યાર્ડ અજમાનું હબ ગણાય છે. કારણ કે, જામનગર યાર્ડમાં નકકી થતાં અજમાના ભાવનો રાજયભરના યાર્ડના અમલ થાય છે. શુક્રવારે યાર્ડમાં 130 ખેડૂત અજમો વેચવા આવતા કુલ 3048 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો અજમાનો ભાવ રૂ.1820 થી 6005 બોલાયો હતો. અજમાનો ભાવ રૂ.6000 થી વધુ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. કમોસમી વરસાદન કારણે શુક્રવારે 374 ખેડૂત આવ્યા હોવા છતાં 5451 મણ જણસની આવક થઇ હતી. જેમાં જીરૂની 1731, ઘાણાની 279, ધઉંની 912, તુવેરની 95 મણ આવકનો સમાવેશ થાય છે. હરાજીમાં 20 કીલો બાજરીના ભાવ રૂ.200-315, રાયડાના રૂ.1100-1440, જીરૂના રૂ.2505-3265, ધાણાના રૂ.1000-1655 બોલાયા હતાં.

જામનગર યાર્ડમાં કપાસના ભાવ વધુ બોલાયા હતા
જામનગર યાર્ડમાં હરાજીમાં તાજેતરમાં કપાસના ભાવ રૂ.2200 થી વધુ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. કપાસ બાદ અજમાના ભાવ પણ રૂ.6000 થી વધુ બોલાયા છે. ચાલુ વર્ષે વરસાદના કારણે પાકનું ધોવાણ થતાં ઓછી આવક થઇ રહી છે. પરંતુ પાકની ગુણવતા સારી હોવાથી વધુ ભાવ બોલાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...