જામનગર જિલ્લામાં આજી-3 ડેમ દરવાજા રીપેરીંગના કારણે માર્ચ મહિના સુધીમાં ખાલી કરવાનો હોય જામનગરને માર્ચ મહિના બાદ 40 એમએલડી પાણી નહીં મળે. ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા મનપાએ પાઇપલાઇનની કામગીરી હાથ ધરી છે.
રાજકોટ સિચાઈ વિભાગ દ્વારા આજી-3 ડેમના ગેઇટ રિપેરિંગ કરવા માર્ચ-2023માં ડેમ ખાલી કરવા જણાવાયું છે. આથી જામ્યુકો દ્વારા ડેમમાંથી પીવાના હેતુ માટે ઉપાડવામાં આવતું 40 એમએલડી પાણી મળવાનું બંધ થઈ જશે. આથી મનપા દ્વારા નર્મદાનું પાણી હાલના 20 એમએલડી ઉપરાંત વધુ 40 એમએલડી એટલે કે દૈનિક 60 એમએલડી પાણીની માંગણી નર્મદા વિભાગ પાસે કરવામાં આવી હતી.
પરંતુ વધુમાં વધુ દૈનિક 40 એમએલડી પાણી મળશે. જયારે બાકીનું 20 એમએલડી પાણી આજી-3 ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા મનપા દ્વારા તાત્કાલિક અસરથી સમ્પ સુધી પાઈપલાઈન અને ડેમની અંદર પમ્પીગ મશીનરી ઈંસ્ટોલેશન કરી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી સમયસર પૂર્ણ કરી 20 એમએલડી પાણી ઉપાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજી 3 ડેમમાંથી શહેરને પીવા માટે 20 એમઅેલડી પાણી લેવામાં આવતું હોય, ડેમ ખાલી થયા બાદ પાણી મળશે નહી, આથી ડેમના કેચમેન્ટ એરિયામાંથી અગાઉથી પાણી ઉપાડવા મનપાના સમ્પ સુધી પાઇપ લાઇન નાખવાની કામગીરી અત્યારથી શરૂ કરવામાં આવી છે, જેથી માર્ચ મહિના બાદ પાણીમાં વિતરણમાં વિક્ષેપ પડે નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.