દિલધડક કરતબ:જામનગરમાં એરફોર્સની સૂર્યકિરણ એરોબિક ટીમે આકાશને ભેદતા આકર્ષક કરતબો કર્યા, લોકો મંત્રમુગ્ધ થયા

જામનગરએક મહિનો પહેલા
  • 9 હોક એમકે-132, એરક્રાફ્ટે આકાશમા રાજ કર્યું

જામનગરમા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે(સ્કેટ) 90મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચનો અનુભવ કર્યો હતો. ગઇકાલે શુક્રવારના દિવસે હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલાં યુવાનો અને બાળકોને હવામાં રોમાંચનો આનંદ માણવાનો આદર્શ સમય મળ્યો હતો.

ભારતીય વાયુસેનાના આઠ ડેરડેવીલ પાયલોટ્સની ટીમે લડાકુ વિમાન સાથે ઉડાન ભરીને જેના માટે તેઓ જાણીતા છે, રોમાંચક પ્રદર્શનો કર્યા હતા. સૂર્યકિરણ ટીમે બે ભાગમાં સ્ટન્ટ કર્યા હતા, પ્રથમ ભાગમાં વણાંક, વીંગઓવર, લુપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે, એર-શો માં ટીમ કમ્પોઝીટ અને સિંક્રોમા પ્રદર્શન કર્યું હતું, તેઓએ આલ્ફાક્રોસ, ડબલ ફોર્ક સ્ક્રૂ, રોલબેક, હાર્ડટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવ્યા હતા.

સૂર્યકિરણ એરોબેટીક ટીમની રચના વર્ષ 1996માં કરવામાં આવી હતી અને ત્યારથી તેને સામાન્ય રીતે નવ વિમાનો સાથે અસંખ્ય પ્રદર્શનો કર્યા છે, હાલમાં હોક એમકે-132, એરક્રાફ્ટ, સ્કેટનો ભાગ છે, જામનગરમાં આ એરોબેટીક પ્રદર્શનનો ઉદ્દેશ્ય ભારતીય વાયુ સેનાના પાયલોટ્સની વ્યવસાયિકતા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો તેમજ સાથે સાથે યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે.

આ સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા ગઇકાલે અને આજે સતત બીજા દિવસે સવારે 9.30 વાગ્યે ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના સ્થળે પણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં શહેર-જિલ્લાના નગરજનો-મીડીયાકર્મીઓને પણ આમંત્રિત કરાયા છે, આ કાર્યક્રમ દરમ્યાન ગઇકાલે જામનગર શહેર નજીક એરપોર્ટ રોડ પર આવેલી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ તથા ફૂડ ઝોન, આદિનાથ પાર્ક પાસે પ્રદર્શન નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બંને સ્થળો પર સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ, મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ, કોર્પોરેશન સંચાલિત પંદર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ, પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ, એરફોર્સની કેન્દ્રીય વિદ્યાલયની પાંચ શાળાઓના વિદ્યાર્થીઓ, સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ અને જામનગરના આમંત્રિત મહેમાનો-મહાનુભાવો આ એર-શો નિહાળવાનો આનંદ માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...