મૂંઝવણ:જામનગર જિલ્લામાં પાક નુકસાનના દોઢ મહિના બાદ 78,917 માંથી ફક્ત 23,803 ખેડૂતને સહાયનું ચૂકવણું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ કાલાવડ તાલુકામાં 23888 અને જામનગર શહેરમાં સૌથી ઓછી 300 અરજી

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. આથી રાજય સરકાની સૂચનાના પગલે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગની 45 ટીમ દ્વારા કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકામાં 20 દિવસ સુધી પાક નુકસાનીનો સર્વે કરે અહેવાલ રાજય સરકારને સુપ્રત કરાયો હતો. રાજય સરકારે મોડેથી સહાય પેકેજ જાહેર કર્યું છે.

જે અનુસાર જામનગર જિલ્લામાં 10 નવેમ્બર સુધીમાં કુલ 78917 ખેડૂતોએ પાક નુકસાનીની અરજી કરી છે. જે પૈકી 23803 ખેડૂતોના બેંક ખાતામાં રૂ.50,08,10,348 ની સહાય જમા કરવામાં આવી છે. હજુ અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. આથી 1 લાખ સુધી અરજી થવાની શકયતા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે.

જામનગર જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલી અરજી થઇ અને કેટલી સહાય ચૂકવાઈ

તાલુકોઅરજીખેડૂતોચૂકવણું
ધ્રોલ12944440290831019
જામજોઘપુર6916222348131933
જામનગર શહેર3009184305
જામનગર ગ્રામ્ય204195882121955842
જોડિયા11486425388327677
કાલાવડ238886192133602985
લાલપુર296484217776587

મહતમ રૂા. 26,000 સુધીની સહાય
જામનગર સહિત રાજયભરમાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે. પાક નુકસાની માટે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં ભારત સરકારની રૂ.6800 અને રાજય સરકારની રૂ.6200 મળી કુલ રૂ.13000 સહાયનો સમાવેશ થાય છે. વધુમાં વધુ 2 હેકટર સુધી સહાય મળવાપાત્ર હોય ખેડૂતને મહતમ રૂ.26000ની સહાય મળશે તેમ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

20 નવેમ્બર સુધી અરજી કરી શકશે
​​​​​​​જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી પાક નુકસાન માટે સહાયની અરજી ખેડૂત 20 નવેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ માટે ગ્રામ પંચાયતમાં વીસીઇ મારફત અરજી કરી શકાશે. અરજી માટે 7-12, 8-અ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...