• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Ahead Of The Assembly Elections In Jamnagar, The General Meeting Of The Municipal Council Turned Into A Riot Over Land Sale, Corruption And Contract Bazais.

વિપક્ષનો હોબાળો:જામનગરમાં વિધાનસભા ચૂંટણી પૂર્વેની મનપાની સામાન્ય સભા જમીન વેચાણ,ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટ બેઈઝ મુદ્દે તોફાની બની

જામનગરએક મહિનો પહેલા

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં માત્ર 3 એજન્ડા સાથે યોજાયેલી જા.મ્યુ.કોની સામાન્ય સભામાં કેનાલના ભ્રષ્ટાચાર, જમીન વેચાણ તેમજ વોટર વર્કસ અધિકારીનું કોન્ટ્રાક્ટ બેઇઝ પર મુદત વધારી આપવાના મુદ્દે વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષોના હોબાળા વચ્ચે ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલાં સફાઇ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા અથવા તો વળતર ચૂકવવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. જ્યારે સેક્રેટરી તરીકે અશોક પરમારનો કાર્યકાળ વધુ છ મહિના લંબાવવામાં આવ્યો હતો.

બે એજન્ડા સાથે કાર્યવાહીનો પ્રારંભ થયો
મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ટીપી સ્કીમની જમીન વેચાણ તથા રોટરી ક્લબને પાર્કિંગ અવનેસ માટે જગ્યા ફાળવવાના માત્ર બે એજન્ડા સાથે કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. એજન્ડા રજૂ થતાં વિપક્ષી સભ્યોએ ટીપી સ્કીમની જમીન ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાને વેચાણથી આપવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષી સભ્ય જેનબબેન ખફીએ આ મામલે ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. જેને સત્તાપક્ષ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. તેમજ જમીનનું વેચાણ સંપૂર્ણપણે નિયમોને આધિન બજારભાવ પ્રમાણે કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર-4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ કિર્તી પાન પાસેની કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

સામાન્ય સભામાં થઈ ઉગ્ર બોલાચાલી
જામનગર મહાપાલિકાનું આજે મળેલું જનરલ બોર્ડ આક્ષેપો વચ્ચેનું રહ્યું હતું. બિનજરુરી પ્રશ્નોથી બોર્ડનો સમય પણ બગડ્યો હતો. શાસક અને વિપક્ષના સભ્યો સામસામે આક્ષેપો કરતા હતા. આજે સૌ પહેલા વિપક્ષી નેતા આનંદ રાઠોડ અને ગોપાલ સોરઠીયા વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલો થોડો ગરમાયો હતો અને પૂરો થયા બાદ ફરીથી રચના નંદાણીયાએ ધારાસભ્યના પીએના એક કામ અંગે આક્ષેપ કરતા ભાજપના સભ્યો એકઠા થઇને ઉભા થઇ ગયા હતા અને બધા એકીસાથે જણાવ્યું હતું કે, બોર્ડની ગરિમા જળવાતી નથી. ત્યારે આ અંગે શું કરવું જોઇએ, બોર્ડમાં આવા આક્ષેપ ચલાવી ન લેવાય.

આ ઉપરાંત વોટર વર્કસ શાખામાં નાયબ ઇજનેર પદેથી નિવૃત્ત થયેલાં પીસી બોખાણીને ફરીથી કોન્ટ્રાક્ટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવી હતી. જેની મુદત પૂર્ણ થતાં તેમાં ફરીથી એક વર્ષનો વધારો કરવા સ્ટેન્ડીંગમાં કરાયેલા ઠરાવનો વિપક્ષી સભ્યો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વોટર વર્કસના કરોડોના અને અત્યંત મહત્વના કામોને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીના હવાલે કરી શકાય નહીં. જવાબદારી ભર્યું કામ કાયમી જવાબદાર કર્મચારીને સોંપાવું જોઇએ. આમેય બોખણીનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો ન હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. જે સામે કમિશનરે જણાવ્યું હતું કે, હાલ તુરંત બોખાણીની કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થતાં તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે મુદત વધારાની દરખાસ્તને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ જ તેમને નિમણૂંક આપવામાં આવશે. હાલ તેમની સેવાઓ લેવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...