'મોડો મોડો મારો વારો આવ્યો':કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, 'હું 23 વર્ષથી લડતો, ઝઘડતો રહ્યો'ને ટકી રહ્યો, આજે ભાજપે મારી ફરીથી કદર કરી'

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામા આવ્યું

જામનગર જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી.

આ યાત્રા દરમિયાન કૃષિમંત્રીએ ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા તેમજ ગામડે ગામડે ઉષ્માભેર ખેડૂતો અને ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું અને હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનને પણ સંબોધન કર્યું હતું. રાઘવજી પટેલે કહ્યું હતું કે, ભાજપે મારી 23 વર્ષે ફરી કદર કરી.

હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલ જન આશીર્વાદ યાત્રા સાથે પહોંચ્યા હતા ત્યારે હજારો ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ ના વેપારી અગ્રણીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે મોટી ઉંમરના વૃદ્ધાએ પણ રાઘવજી પટેલ ને વૃદ્ધાએ હૈયે સ્પર્શી જાય તેવા આશીર્વાદ આપ્યા હતાકૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કેજ્યારે મોડો મોડો પણ મારો વારો આવ્યો છે. 23 વર્ષ પહેલા હું કેબિનેટ મંત્રી હતો 23 વર્ષ પછી લડતો ઝઘડતો તમારા બધાના સહકારથી હું ટકી રહ્યો, જ્યારે મારી સાથે ના સ્વર્ગે પહોંચી ગયા, પણ હું મારા જિલ્લાના ખેડૂત ભાઈઓ ગામડાના માણસો નાના-મોટા કાર્ય કરો બધાનો સાથ અને સહકાર બધાની ભાવના અને એના પરિણામે હું ટકી રહ્યો આજે ભારતીય જનતા પાર્ટીએ મારી ફરીથી કદર કરી.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાઘવજી પટેલે ખેડૂતોને તમામ બનતી મદદ કરવાની ખાતરી આપી હતી. કૃષિમંત્રીએ લોકોને ગામડે ગામડે જઈને મળવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...