• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Agriculture, Animal Husbandry And Cattle Breeding Minister Raghavji Patel Took Charge Today, Formal Entry At Swarnim Sankul 1 Gadhinagar

પદભાર સંભાળ્યો:કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે પદભાર સંભાળ્યો, સ્વર્ણિમ સંકુલ-1 ગાધીનગર ખાતે વિધિવત પ્રવેશ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમર્થકો સહિત અધિકારીઓએ શુભેચ્છા પાઠવી
  • સદાય હકારાત્મક અભિગમ થકી સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી હંસરાજ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-1 ગાધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. આજે શનિવારે પૂજન અર્ચન કરીને તેઓએ વિધિવત પ્રવેશ કર્યો છે.

આ તકે તેમના સમર્થકો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રી રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજ્યના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહીશ.

રાઘવજી પટેલે બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છેરાઘવજી હંસરાજભાઈ પટેલ, 77-જામનગર ગ્રામ્ય મત વિભાગ જામનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમનો જન્મ 1 જૂન, 1958 ના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇંટાળા થયો હતો. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ એ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...