માંગણી:પાલિકા કર્મીઓ દ્વારા આંદોલનના મંડાણ

ધ્રોલ/ખંભાળિયા/સલાયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18મીએ પાણી પુરવઠાની સપ્લાય અને 19મીના રોજ સ્ટ્રીટ લાઇટ બંધ કરાશે, તા. 20મીએ સફાઇ બંધ રાખશે
  • વિરોધ | પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ધ્રોલ, ખંભાળિયા, સલાયા નગરપાલિકાના કર્મચારીઓએ પેન ડાઉન કર્યુ

ગુજરાતનાં પાલિકા કર્મચારીઓ સાથે જોડાઇને ધ્રોલ નગરપાલિકાનાં કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને ઉકેલ ન આવતા આંદોલનનું રણશીંગુ ફુંક્યું છે. જયારે ખંભાળિયા અને સલાયા નગરપાલિકાના કર્મચારીઓએ પણ હડતાલના મંડાણ કર્યા છે.જેમાં કર્મચારીઓએ પેન ડાઉનથી શરૂ કરી આજથી આદોલનનો આરંભ કર્યો છે.પાલિકાના કર્મચારીઓ કામગીરીથી અળગા રહી પાલિકાનાં પ્રશ્નોનાં યોગ્ય નિકાલ અર્થે પદાધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજ્યની ૧૫૭ નગરપાલિકાનાં કર્મચારીઓનાં વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સમક્ષની વારંવારની રજુઆતો છતાં પડતર પ્રશ્નોનું કોઇ નિરાકરણ ન આવતા રાજય કક્ષાનાં બંને મહામંડળો દ્વારા તા. 15/10 થી અચોક્કસ મુદ્તની હડતાલ પાડવાનાં નિર્ણયને લઇ ધ્રોલ પાલિકાનાં કર્મચારીઓ દ્વારા આ એલાનને સંપૂર્ણ સમર્થન જાહેર કરી હડતાલ પર ઉતરી ગયા છે.

કર્મચારીઓ દ્વારા આ આંદોલનમાં તા. 15થી 17 ઓક્ટોબર સુધી પેન ડાઉન કરશે ત્યારબાદ તબક્કાવાર તા. 18મીએ શહેરમાં પાણી પુરવઠાની સપ્લાય બંધ કરાશે, તા. 19મીના રોજ શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ કરી અંધારપટ કરાશે, તા. 20મીએ સફાઇને અનુસાંગીક કામગીરી બંધ કરાશે અને તા. 21મીના રોજ પાલિકા કર્મચારીઓ દ્વારા આવશ્યક સેવાઓને લગત તમામ કામગીરી બંધ કરાશે.પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર પણ પાઠવ્યો છે. ખંભાળીયા પાલિકાના કર્મચારીઓ આજથી પડતર પ્રશ્નોને લઈને હડતાલનુ મંડાણ કર્યું છે.

નગરગરપાલિકાના યુનિયન પ્રમુખ રાજપાર ગઢવી, એન.આર. નંદાણીયા, દેવેન્દ્રભાઈ વારીયા, રાજુ વ્યાસ સહિત કર્મચારીઓ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને પત્ર પાઠવીને આજથી આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. જેમાં 15થી 17ના રોજ પેન ડાઉન,તા.18ના રોજ શહેરનો પાણી પુરવઠો બંધ,તા. 19ના રોજ સ્ટ્રીટ લાઈટ બંધ તેમજ 20મીના રોજ સફાઈ કામગીરી બંધ રખાશે.સલાયા પાલિકાના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે.

બીજી બાજુ જો સરકાર દ્વારા પાલિકાના કર્મચારીઓના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તો આગામી તા.21થી તમામ આવશ્યક સેવાઓ બંધ કરી અચોકકસ મુદની હડતાલ પાડવામાં આવશે એમ પણ કર્મચારી મંડળોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...