કાર્યવાહી:ભૂગર્ભ ગટરનું બાકી કામ પૂર્ણ ન કરનાર એજન્સી ટર્મીનેટ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆતો બાદ મનપા દ્વારા કાર્યવાહી
  • કારણદર્શક નોટીસ બાદ પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું

જામનગરમાં ભૂગર્ભ ગટરનું બાકી કામ પૂર્ણ ન કરનાર એજન્સીને મનપાએ ટર્મીનેટ કરી છે. જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆતો બાદ મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણદર્શક નોટીસ બાદ પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું.

જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના બાકી રહેતા અને ગીચ વિસ્તારમાં સીવર કલેકશન પાઇપલાઇન નેટવર્ક પેકેજ-3 નું કામ મે.રાજારામ કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યું હતું. આ મંજૂર થયેલા કામમાં વોર્ડ નં.12 માં ગરૂદત સોસાયટી, રબ્બાની પાર્ક, મોકંડા રસ્તાની મેઇન ટ્રેક પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી હતી.

જેનું વેરીફીકેશન પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલટન્ટ તથા જામનગર મહાનગરપાલિકાના ઇજનેરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ મુજબ જરૂરી રેકટીફીકેશન અને બાકી રહેતા અને અધુરા બંધ કામો ચાલુ કરવા અંગે એજન્સીને પત્ર પાઠવામાં આવ્યો હતો.

જેનો યોગ્ય ઉતર એજન્સીએ ન પાઠવતા મનપા દ્વારા કારણદર્શન નોટીસ અને બાદમાં આખરી કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં રેકટીફીકેશન, બાકી રહેલા અધૂરા કામ, બાંધકામ ચાલુ કરવામાં આવ્યા ન હતાં. આથી મનપા દ્રારા કોન્ટ્રાકટર એજન્સીને ટર્મીનેટ કરવાનો આદેશ સીટી ઇજનેર દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...