આપવિતી:‘40 કિલો મીટર ચાલીને બોર્ડર પહોંચ્યા મંજૂરી ન મળતા અમે રડવા લાગ્યા હતા’

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક મુશ્કેલીનો સામનો કરી યુક્રેનથી 6 દિવસ પછી પરત ફરેલી જામનગરની વિદ્યાર્થિનીએ વર્ણવી આપવિતી...
  • ચાલવાની શક્તિ રહી ન હતી: સાયરન વાગતા જ બંકરમાં ઘૂસી જતા

યુક્રેનથી અનેક મુશ્કેલીનો સામનો કરી 6 દિવસ બાદ પરત ફરેલી જામનગરની વિધાર્થીએ યુધ્ધ વચ્ચે 40 કીમી ચાલીને બોર્ડર પર પહોંચ્યા પછી મંજૂરી ન મળતા અમે રડવા લાગ્યા હતાં તેમ જણાવી આપવીતી વર્ણવી હતી. એક સમયે ચાલવાની શકિત રહી ન હતી અને સાયરન વાગતા જ બંકરમાં ઘૂસી જતા હતા તેમ તેણીએ જણાવ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે અનેક ભારતીય યુક્રેનમાં ફસાયા છે. જામનગરમાં રહેતી અને યુક્રેનની ટર્નોપીલ મેડીકલ યુનિવર્સીટીમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી યશસ્વી શાહુ અનેક મુશ્કેલીનો સામનો કરી બુધવારે જામનગર આવી પહોંચી હતી. તેણીએ જણાવ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના મારી ફલાઇટ હતી. પરંતુ બોરીસપીલમાં જેવો હુમલા શરૂ થતા જ અમારી ફલાઇટ રદ થઇ હતી. આથી અમે દોસ્ત એકઠા થયા હતાં અને સાયરન વાગતા જ બંકરમાં ધૂસી જતા હતાં. ત્યારે એડવાઇઝરી આવી કે બોર્ડર તરફ કૂચ કરો.

આથી ગાડી, બસ જે મળ્યું તેમાં બોર્ડર તરફ કૂચ કરી 40 કીમી ચાલી શેની મડીકા બોર્ડર પહોંચ્યા હતાં. પરંતુ અચાનક પોલેન્ડથી ભારતીય બાળકોને જવાની મંજૂરી નથી તેમ જાણવા મળતા અમે રડવા લાગ્યા હતાં. જયારે અમુક બાળકો અન્ય બોર્ડર પરત ફર્યા હતાં.

પરંતુ મારામાં ચાલવાની શક્તિ ન હોય બોર્ડર પર અન્ય દોસ્ત સાથે રોકાઇ હતી. વળી રોમાનિયામાં પણ બોર્ડર પર રોકાયેલા બાળકોને પાછળથી જવાની મંજૂરી મળી હતી. બોર્ડર પર યુવતીઓને જવા દેવા માટે પ્રાધાન્ય આપવામાં આવતું હતું. જયારે યુવકો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો ન હતો. ત્યારબાદ દોઢ દિવસ રોકાઇ ચેકપોસ્ટમાં ધૂસ્યા હતાં. આમ 6 દિવસ બાદ હુ જામનગર પહોંચી હતી. પોલેન્ડ પહોંચ્યા બાદ ત્યાંની સરકાર દ્રારા ખૂબ સારી મદદ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...