વધુ એક અધિકારી કોરોના સંક્રમિત:જામનગરમાં કલેકટર બાદ મનપા કમિશનર પણ કોરોનાની ઝપટે આવ્યા, હોમ આઈસોલેટ થયા

જામનગર20 કલાક પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય લોકોની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત બનતા ફફડાટ ફેલાયો

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી કોરોના સંક્રમણ થયા છે ત્યારે તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના કેસ કરવા જણાવ્યું છે જ્યારે હાલ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી હોમ આઇસોલેટ થયા છે.

જામનગરમાં પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ ત્યારબાદ પૂર્વ મેયર અમીબેન પરીખ ત્યાર બાદ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ત્યાર બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા અને આજરોજ હાલ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી કોરોના પોઝિટિવ થયા છે.

જ્યારે જામનગર ખાતે મેડિકલ કોલેજમાં કોરોના બાબતે અગત્યની બેઠક યોજાઇ હતી તેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના તમામ હોદ્દેદારો અને રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત હતા.

બેઠક બાદ જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખ અને મહાનગરપાલિકાના કમિશનર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારબાદ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...