જામનગરમાં રહેતા અને પંચવટીમાં રેસ્ટોરન્ટ ધરાવતા વેપારીએ પોતાના પર કોરોના કાળમાં દેવું થઇ જતાં રેસ્ટોરન્ટનું ભાડુ, પગાર વગેરે ચૂકવવા માટે 1 શખસ પાસેથી 9 લાખ 5 ટકા વ્યાજે લીધા બાદ મિત્રનો દસ્તાવેજ લખાવી દઇ વધુ 18 લાખની માંગણી કરતા વેપારીએ આ શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
શહેરના પારસ સોસાયટીમાં રહેતા અને પંચવટીમાં જલારામ રેસ્ટોરન્ટ નામની ખાણીપીણીની લોજ ચલાવતા જતીન મનસુખભાઇ વિઠ્ઠલાણી નામના યુવાને બે વર્ષ પહેલા કોરોના કાળમાં ધંધો બંધ હોય અને બે મહીનાનું દુકાનનું ભાડું તથા રેસ્ટોરન્ટમાં કામ કરતા માણસોનો પગાર તેમજ દુકાનનું લાઇટ બીલ ચુકવવાનું હોય જેના કારણે દેવું ચડી જતાં ધંધાે ચાલુ કરવા માટે જતીને પંચવટીમાં રહેતા હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા પાસેથી રૂા. 9 લાખ માસિક પાંચ ટકાના ઉચા વ્યાજે લીધા હતાં.
અને સિકયુરીટી પેટે 3-3 લાખના 3 ચેક મેળવ્યા બાદ આ ચેક નહી ચાલે તેમ કહી જતીનના મિત્રના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો અને ચેક પરત આપ્યા ન હતાં. ઉપરાંત વ્યાજ સહિત રૂા. 18 લાખ જેવી મોટી રકમની માગણી કરી ધમકી આપતા જતીને ફરિયાદ નોંધાવતા, પોલીસે હરેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વ્યાજખાેરોથી પીડીત નાગરીક માટે જન સભાનું આયાેજન
ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયેાજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત જામનગરના એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તા. 9 જાન્યુઆરી 2023ના સાંજે પાંચથી સાત દરમિયાન ધન્વનતરી ઓડીટોરીયમ ખાતે નાગરીકો માટે જનસભાનું આયાેજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાજખોરોથી પીડીત નાગરીકો પોતાની રજુઆત લેખિત અરજી રૂપે લાવવાની રહેશે. વધુ માહિતી માટે કન્ટ્રોલ રૂમ 0288-2550200 પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.