સમગ્ર રાજ્યને ટાર્ગેટ બનાવાયું:વેપારીઓની નજર ચૂકવી ચોરી કરનાર ટોળકી ખંભાળિયામાંથી ઝડપાઇ, 20 ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેંગના તમામ સભ્યો પોલીસ સંકજામાં - Divya Bhaskar
ગેંગના તમામ સભ્યો પોલીસ સંકજામાં
  • રાજયના મહત્ત્વના શહેરો બાદ ટોળકી ખંભાળિયામાં સક્રિય થઇ હતી

સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચુકવી કાઉન્ટરમાંથી રોકડ અને મોબાઇલ ફોન તેમજ સોના,ચાંદીનાની ચોરી કરતી ટોળકીને દ્વારકા એલસીબી પોલીસે ખંભાળિયામાંથી ઝડપી પાડી છે.પોલીસની પુછપરછમાં આ ટોળકીએ જુનાગઢ,પોરબંદર અને રાજકોટ તેમજ ધોરાજી,ગોંડલ અને જામનગર તેમજ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં20 ચોરી કરી હોવાની કબુલાત આપી છે.પોલીસે રોકડ રકમ રૂ.68000 તેમજ મોબાઇલ ફોન-5 કિંમત રૂ.40500 અને સોનાચાંદીના રૂ.12000 તથા પેન ડ્રાઇવ અને મેમરીકાર્ડ રૂ.1100 સહિત કુલ રૂ.1,21,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર, વડોદરા, જૂનાગઢ, સુરત, પોરબંદર સહિતના શહેરોમાં ચોરી આચરી
તાજેતરમાં જ ખંભાળિયાના દરબારગઢ ઘાંચી શેરીમાં ફ્રુટના ગોડાઉનમાં વેપારીની નજર ચુકવી રૂ.50000 ની લુંટ ચલાવી ટોળકી છૂમંતર થઇ ગય હતી.જે બાદ પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી. દરમિયાન એલસીબી પોલીસે ખંભાળિયા પોરબંદર રોડ પરથી સાત સભ્યોની વેડવા દેવીપુજક ગેંગના 6 સભ્યોને રંગેહાથે ઝડપી પાડ્યા છે.વેપારીઓની નજક ચુકવી કાઉન્ટરમાંથી ચોરી કરનાર ગેંગના સભ્યોમાં સતીષ ઇલાષભાઇ સીંદે,જફાન ઉસ્વાસભાઇ પરમાર, સુનીલા જફાનભાઇ પરમાર,રેખા સતીષભાઇ સિંદે, સુનિતા જફાનભાઇ પરમાર,નિર્મલાબેન ઇલાસભાઇ સિંદે નામના છ સભ્યોને ઝડપી પાડ્યા હતા. જે તમામની પોલીસે ઉંડાણપુર્વક પુછપરછ કરતા ખંભાળિયામાં તાજેતરમાં થયેલ ઘાંચી શેરીની ચોરી સહિત 20 ચોરીની કબુલાત આપી હતી.પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ.68000 તેમજ મોબાઇલ ફોન અને સોના ચાંદીના દાગીના તેમજ મેમરીકાર્ડ અને પનડ્રાઇવ સહિત કુલ રૂ.1,21,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

રાજ્યના આ શહેર અને સ્થળેથી ટોળકીએ ચોરી કરી હોવાનું કબૂલ્યું
-જામનગરની આજુબાજુમાં ચાની હોટલમાંથી રૂ.20000
-ખંભાળિબયા ઘાંચી શેરીમાં ફ્રૂટના ગાડાઉનમાંથી રૂ.50000
-જુનાગઢ માર્કેટ યાર્ડમાં દુકાનમાંથી રૂ.82000
-પોરબંદરમાં વેપારીની નજર ચુકવી દાગીના
-રાજકોટના જેતપુરમાં કરીયાણાની દુકાનમાંથી રૂ.25000
-વડોદરા શહેરમાં કરીયાણીની દુકાકનમાંથી રૂ.60000
-નર્મદાના રાજપીપળામાં કારખાનામાંથી રૂ.100,000
-રાજકોટમાં ગોડલ ચોકડી પાસેથી મહિલાના પર્સની ચોરી
-રાજકોટ સાંઢીયા પુલ પાસેથી દુકાનમાંથી રૂ.55000
-મોરબી ટાઇલ્સના કારખાનામાંથી રૂ.60000
-જુનાગઢ રેલ્વેસ્ટેશનમાંથી યાત્રાળુની નજર ચુકવી રૂ.25000
-ધોરાજી રેલ્વેસ્ટેશન પરથી રૂ.12000
-ધોરાજી રેસ્ટોરન્ટમાંથી રૂ.7000
-સુરત શહેર કામરેજ ફર્નીચરની દુકાનમાંથી મોબાઇલ ફોનની ચોરી
-વાપી શહેરમાં દુકાનમાંથી મોબાઇલ ફોનની ચોરી
-વડોદરા હાઇવે પર ટ્રકમાંથી મોબાઇલ ફોનની ચોરી
-ગોંડલમાં ભંગારના વાડામાંથી રૂ.30000ની ચોરી
-રાજકોટ જીઆઇડીસીમાંથી મોબાઇલન ફોનની ચોરી
-રાજકોટ આજી ડેમ નજીક કારખાનામાંથી રૂ.55000
-વડોદરા શહેરમાંથી ઠંડા પીણાની દુકાનમાંથી રૂ.12000ની ચોરી

ગેંગનો એક સભ્ય હત્યાના કેસમાં પણ સંડોવાયેલ
આંતર જિલ્લામાં ચોરી કરનાર ગેંગનો જફાન ઉસ્વાસભાઇ પરમાર નામનો શખસ અગાઉ રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુન્હામાં પણ સંડોવાયેલ છે.ઉપરાંત ભાવનગરમાં ભંગાર ચોરીમાં પણ પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ શખસ મર્ડર જેવા ગુનામાં આચરી પોતાની ટોળકી સાથે ચોરીના બનાવમાં લાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...