ચોરીની ઘટના:ગીંગણી બાદ નાંદુરી ગામની સીમમાં કપાસ ચોર ત્રાટક્યા

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીમાંથી 4 મણ કપાસ ઉસેડી જનારની શોધ

લાલપુર તાલુકાના નાંદુરી ગામે પખવાડિયા પૂર્વે એક વાડીમાંથી કપાસના તૈયાર પાકની ચોરી થઈ હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ દફતરે નોંધાઈ છે. નાંદુરી ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગત તા.1-2થી 2-2ના રાત્રીના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યાના ગાળા દરમિયાન રામાભાઇ દેવશીભાઇ કરંગીયાની વાડીમાં કોઈ શખસે પ્રવેશ કરી વાડીમાં ખુલામા રાખેલ કપાસમાંથી આશરે ચારેક મણ કપાસ ચોરી કરી ગયો હતો.

રૂપિયા આઠેક હજારની કિંમતના કપાસની ચોરી અંગે ખેડૂત રામાભાઈએ લાલપુર પોલીસ દફતરમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસ દફતરના હેડ કોન્સ્ટેબલ એસ કે જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ ગીંગણી ગામેથી કપાસની ચોરી સામે આવી હતી. જેમાં એક લાખ ઉપરાંતની કિંમતના 75 મણ કપાસને કોઈ શખસો ચોરી કરી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ વધુ એક કપાસના જથ્થાની ચોરી થયાની ફરિયાદ સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...