જામનગરમાં ઉત્તર વિધાનસભાના બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજાની ટિકિટ કપાતા અનેક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. ત્યારબાદ હકુભા જાડેજા સતત ગાંધીનગર હોવાથી ગત મોડી રાત્રે જામનગરમાં આવ્યા ત્યારબાદ આજે સવારથી જ પોતાના નિવાસ્થાને કાર્યકરો સાથે બેઠકો યોજી હતી અને આગામી સમયમાં શું કરવું તેની ચર્ચા ચાલી રહી હતી.
ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રાત્રીના પ્રેસનોટ જાહેર કરવામાં આવી કે જામનગર ઉત્તર, દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિધાનસભામાં ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવે છે. તેઓ મીડિયાને જાહેર કરવામાં આવ્યું.
હાલ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય ગરમાવવાનો અંત આવ્યો અંતે ભાજપ દ્વારા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને ધારાસભ્યની નારાજગી લાંબી મેરોથન બેઠકો બાદ દૂર કરવામાં આવી અને જામનગર શહેર અને ગ્રામ્ય ની ત્રણ સીટની બેઠકની જવાબદારી ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ને સોંપવામાં આવી અને સમગ્ર રાજકીય વર્તુળમાં ચર્ચાનો અંત આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.