કાર્યવાહી:દંપતિ વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ગળાફાંસો ખાધો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલપુર પંથકના જોગવડ ગામનો બનાવ

લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા ધનજીભાઇ ડાયાભાઇ વાઘની પત્ની નીતાબેને ગઈ કાલે પોતાના ઘરે પોતાની જાતેથી પોતાનો ઘરનો દરવાજો અંદર થી બંધ કરી પોતાની મેળે દુપટ્ટો બારીમા બાંધી દુટ્ટાવડે ગળોફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મૃતક પોતાના પતિ ઉપર શંકા કરતા હોય અને પોતાની વાસ્પા રીક્ષા પોતાના ઘરની સામે આવેલ ગલીમાં નહી ચલાવવા અને બીજી ગલીમાં ચવાવવા નુ કહી અવાર નવાર બંન્ને વચ્ચે બોલાચાલી થતી હતી. મંગળવારે પણ બોલાચાલી થયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું મેઘપર પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...