કોરોના અપડેટ:જામનગરમાં 2 દિવસના વિરામ બાદ કોરોનાના વધુ ત્રણ કેસથી દોડધામ મચી

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં બે અને ગ્રામ્ય પંથકમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર હરકતમાં

જામનગર શહેર-જિલ્લામાં લાંબા સમય બાદ ગત સપ્તાહમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા જે બાદ બે દિવસના વિરામ પછી મંગળવારે વધુ ત્રણ કેસ સામે આવ્યા છે જેમાં શહેરી વિસ્તારમાં બે અને ગ્રામ્ય પંથકમાં એક પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં પોણા દસ લાખથી વધુ લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

જામનગર શહેર સહિત જીલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી મહદઅંશે રાહત બાદ ગત સપ્તાહમાં શહેરી અને ગ્રામ્ય પંથકમાં પાંચ કેસ નોંધાયા હતા.જેના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને દૈનિક ટેસ્ટીંગની પ્રક્રિયા પણ વેગવંતી બનાવી હતી.જે બાદ વિક એન્ડમાં રાહત બાદ મંગળવારે ફરી કોરોનાના ત્રણ કેસ સામે આવ્યા છે.

જેમાં શહેરી વિસ્તારમાં બે પોઝીટીવ કેસ અને ગ્રામ્ય પંથકમાં પણ એક કેસ સામે આવ્યો છે.લગભગ બે દિવસની રાહત બાદ ફરી કોરોનાના ત્રણ કેસના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જયારે ટેસ્ટીંગની પ્રક્રિયા પણ વેગવાન બનાવવામાં આવી રહી છે.શહેરમાં 5.64 લાખથી વધુ અને ગ્રામ્યમાં 4.17 લાખથી વધુ લોકો મળી કુલ 9.81 લાખથી વધુ લોકોના પરીક્ષણ કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર-જિલ્લામાં તહેવારો બાદ ફરી એકલ દોકલ કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.બીજી બાજુ લોકોએ સર્તકતા દાખવવી અનિવાર્ય બની હોવાનો મત જાણકારો વ્યકત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...