મેઘરાજાએ ફરી શરૂ કરી ધમાકેદાર બેટિંગ:જામનગરમાં થોડો સમય વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો, હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે જ્યારે બપોર સુધી બેઘરાજાએ ધામા નાખી હતા ત્યારબાદ થોડો સમય વિરામ બાદ ફરી મેઘરાજાએ સરદાર વરસાદ વરસાવાનું શરૂ કર્યું છે.

જ્યારે છેલ્લા 24 કલાકથી ધીમી ધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે શેરીજનો વરસાદનો આનંદ માળવા નીકળ્યા છે બીજી તરફ હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ સજ છે જ્યારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરતાં શહેરના મુખ્ય માર્ગો પર ફરી પાણી ફરી વળ્યા છે.

ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના પ્રભારી તરીકે પૂર્વ મનપા કમિશનર અને સચિવ અનુપમ આનંદની નિમણૂક કરવામાં આવી છે. હાલ તો મેઘરાજાએ ફરી શહેરમાં ધામા નાખ્યા છે અને ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...