તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાધીશ મંદિરના દ્વાર ખુલશે:બે મહિનાના સમય બાદ ભક્તો આવતીકાલથી દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન કરી શકશે

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા ગાઈડલાઈન્સના અમલ સાથે મંદિર ખોલવાની છૂટ અપાઈ

યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશ નું મંદિર કોરોના સમયગાળામાં લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. જ્યારે દર્શનાર્થીઓ માં દર્શન કરવાની ભારે ઉત્તેજના છે ત્યારે કોરોના નું સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે કાલથી શુક્રવારના રોજ ભગવાન દ્વારકાધીશના દ્વાર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે.

દર્શનાર્થીઓને પણ કોરોના ના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.જેમાં યાત્રાધામ દ્વારકામાં આવેલ જગત મંદિર ભાવિકો માટે બે મહિના થી વધુ સમય બંધ રહ્યું હતું ત્યારબાદ આવતીકાલથી જગત મંદિર દ્વારકાધીશનું ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે ત્યારે મંદિરના વ્યવસ્થાપન સમિતિ દ્વારા મંદિરના દ્વાર પુનઃ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે જેમાં દર્શનાર્થીઓ માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...