વીજ ચેકીંગ:જામનગર શહેરમાં એક મહિનાના વિરામ બાદ વીજતંત્રના દરોડા, વીજ ચોરી ઝડપવા 36 ટીમો મેદાનમાં ઉતારી

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ દરોડોના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો

જામનગર શહેરમાં વીજતંત્રના એક મહિનાની વિરામ પછી આજે સવારે ફરીથી વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારના ઉપરાંત જામનગર નજીક આવેલ દરેડ કનસુમરા અને મસીતીયા વિસ્તારમાં મોટાપાયે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વીજ કંપનીએ અલગ અલગ વિસ્તારમાં વીજ ચોરી ઝડપવા 36 ટીમોને મેદાનમાં ઉતારી હતી.

વીજ દરોડાના પગલે વીજચોરોમાં ફફડાટ
વીજ ચેકીંગમાં 36 ટીમોને ચેકિંગ માટે ઉતારવામાં આવી હતી. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ આજે એક મહિનાના વિરામ બાદ હાથ ધરવામાં આવી હતી. આજે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂલર સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન તેમજ સીટી બે ડિવિઝન હેઠળની 36 જેટલી વીજ ચેકિંગ ટુકડીઓને આજે પુનઃવીજ ચેકિંગની કાર્યવાહી કરવા માટે ઉતારવામાં આવી હતી જેના માટે એસઆરપીના બાર જવાનો ઉપરાંત 17 લોકલ પોલીસ 8 નિવૃત્ત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી.

આ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું
જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ ઉપરાંત આસપાસના દરેડ GIDC વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેને લઈને વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...