તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી લહેર અંત ભણી:સરકારી કોવિડ હોસ્પિટલમાં 150 દિવસ પછી... 24 કલાકમાં 0 મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 2 અને જિલ્લામાં 1 પોઝિટિવ કેસ
  • અત્યાર સુધીમાં 34,594 કેસ: કુલ મૃત્યુઆંક 4,586 પર પહોંચ્યો

જામનગરમાં ગુરૂવારે શહેરમાં 2 અને જિલ્લામાં ફકત 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. પાંચ મહિના પછી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 7.21 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ગુરૂવારે કોરોના મહામારીમાં વધુ રાહત જોવા મળી છે.

કારણ કે, છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 2 અને જિલ્લામાં ફકત 1 મળી કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 8 અને જિલ્લામાં 2 મળી કુલ 10 દર્દીએ મહામારીને હરાવતા ડિસ્ચાર્જ કરાયા છે. જી.જી.ની સરકારી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. અત્યાર સુધીમાં શહેર- જિલ્લા કોરોનાથી કુલ 4586 લોકોના મૃત્યુ નિપજયા છે. અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 22179 અને જિલ્લામાં 12415 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા કુલ 35912 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...