જાળવણી:મહાપાલિકા તંત્ર 15 દિવસ બાદ ત્રિરંગા ધ્વજ ઉતારવા કામે લાગ્યું

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંપૂર્ણ સન્માન સાથે ધ્વજ ઉતારી યોગ્ય જાળવણી કરવામાં આવી

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરના જાહેર માર્ગો-બિલ્ડીંગો પરથી બિનજરૂરી હોર્ડિંગ્સ તિરંગા એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ માર્ગો પરથી બિનજરૂરી હોડેન્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ શહેરની સરકારી ખાનગી બિલ્ડીંગોમાં ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગાડવામાં આવેલ રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન સાથે ઉતારી યોગ્ય જાળવણી કરવામાં આવી હતી,

શહેરના જુદા-જુદા વિસ્તારો ગુલાબનગર બેડીગેટ , સુમેર ક્લબ રોડ, સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાંથી સંપૂર્ણ સન્માન સાથે સરકારી-ખાનગી બિલ્ડીંગોમાંથી રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ શિસ્ત સાથે ઉતારી યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા સહિતના કર્મચારીઓએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...