મોકડ્રિલ:સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગમાં આગ લાગતા અફરા-તફરી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ અને ફાયરબ્રિગેડ દ્વારા અંતે મોકડ્રિલ જાહેર કરતા તમામે લીધો રાહતનો શ્વાસ
  • મોકડ્રિલ સમયે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા

જામનગરની જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગ નજીક આગ લાગી હોવાની ઘટના બની હતી. જેને પગલે મહાનગર પાલિકાની ફાયરમેન યુદ્ધના ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ હોસ્પિટલમાં રહેલા દર્દીઓને તાબડતોબ આગ નજીકથી સલામતીથી બહાર કાઢ્યાં હતા. જોકે, અંતમાં હોસ્ટિપલ અને ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ જાહેર કરાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

જી.જી.કોવિડ હોસ્પિટલ નજીક આગની ઘટના બનતા અફરા-તફરી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર અને ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ જાહેર કરવામાં આવતા લોકો તેમજ દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો. જામનગરની જી.જી હોસ્પિટલમાં યોજાયેલી મોકડ્રીલ સમયે હોસ્પિટલ અને જામનગર મનપાના ફાયર અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...