તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક-2021:હિન્દુ સેના દ્વારા લવજેહાદ વિરોધી કાયદાના વધામણા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં મહાઆરતી કરી, મોં મીઠા કરાવ્યા

જામનગરમાં હિન્દુ સેના દ્વારા હનુમાન મંદિરમાં મહાઆરતી કરી, મોં મીઠા કરાવી લવજેહાદ વિરોધી કાયદાના વધામણા કરવામાં આવ્યા હતાં. ગુજરાત વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક-2021 મંજૂર કરાયું છે.

જેમાં બળજબરી પૂર્વક કરવામાં આવેલું ધર્મ પરિવર્તન શિક્ષા પાત્ર ગુનો બનશે અને હિન્દુ હોવાની ખોટી ઓળખ ઉભી કરીને હિન્દુ યુવતીઓને ફસાવવાના લવજેહાદના કાવતરાને તોડી પાડવા 5 થી વધુ વર્ષની સજા અને રૂ.2 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં હિન્દુ સેના દ્વારા કરોડપતિ હનુમાન મંદિરે શનિવારે સાંજે મહાઆરતી કરી હિન્દુ સૈનિકોના મોં મીઠા કરાવી લવજેહાદ વિરોધી કાયદાના વધામણા કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...