દુખદ:શહેરમાં ઊલટી બાદ બેભાન અવસ્થામાં પ્રૌઢનું મૃત્યુ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઠેબા રોડ પર પટકાયેલા યુવકે દમ તોડ્યો

જામનગરમાં રડાર રોડ પર ગોકુલનગર વિસ્તારમાં રહેતા ઘનશ્યામસીંહ કરણુભા વાઘેલા (ઉ. વ.55) નામના પ્રૌઢ રવિવારે સવારે ઘરે ઉલટી ઉબકા બાદ બેભાન બની ગયા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.માં ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની શકિતસિ઼હ ઘનશ્યામસીંહ વાઘેલાએ જાણ કરતા સીટી સી પોલીસેની ટીમ દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે ગૌશાળા નજીક ગત તા.8ના રોજ મધરાતે પગપાળા નિકળેલા કોઇ અજાણ્યા યુવાન રોડ પર પડી ગયો હતો જેને કપાળના ભાગે ઇજા પહોચતા તાકિદે સારવાર અર્થે જી.જી.માં લઇ જવાયો હતો.જયાં લગભગ પાંચેક દિવસની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની પંચ બી પોલીસને જાણ થતા એએસઆઇ કે.પી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી.પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે જુદીજુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...