તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણતરનો ભાર:કરાણામાં અભ્યાસની ચિંતામાં તરૂણનો ફાંસો ખાઇ આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતાં મુકેશભાઈ રાઠોડના 16 વર્ષના પુત્ર યશે રવિવારે બપોરે પોતાના ઘરે ઓરડો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.

અડધી કલાક પછી યશના મોટાભાઈ રામદેને જાણ થતાં તેણે અન્ય પરિવારજનોને જાણ કરી યશને નીચે ઉતાર્યો હતો. ત્યારપછી યશને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ યશને મૃત જાહેર કર્યો હતો. આથી રામદેભાઈએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે યશના મૃતદેહને પીએમ માટે મોકલી રામદેભાઈનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃતકના મોટાભાઇ રામદે એ યશ અવારનવાર અભ્યાસ બાબતની ચિંતા કરતો હોય ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હોવાનું જાહેર થયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...