તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્યુશન ક્લાસ બંધ:જામનગરમાં સરકારની નવી ગાઇડલાઇન નહીં આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવાની સંચાલકોની ખાતરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઈ દ્વારા અલગ-અલગ ટ્યુશન ક્લાસની મુલાકાતો લેવાઇ હતી
  • વકરતા કોરોના સંક્રમણને અટકાવવા નિર્ણય

જામનગરમાં એનએસયુઆઇ દ્વારા અલગ-અલગ ટ્યુશન ક્લાસની મુલાકાતો લેવાઇ હતી. જ્યારે જામનગરમાં ડીકેવી કોલેજ સામે આવેલા ક્રોસ રોડ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી મળતાં ક્લાસીસની મુલાકાત લઈને ટ્યુશન ક્લાસ બંધ રાખવા વિનંતી કરી હતી. જેથી ટ્યુશન ક્લાસ સંચાલકોએ નિર્ણય કર્યો છે કે, જ્યાં સુધી નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવામાં આવશે.

જામનગરમાં આજરોજ એનએસયુઆઇ દ્વારા અલગ-અલગ ટ્યુશન ક્લાસની મુલાકાતો લેવાઇ હતી. જ્યારે જામનગરમાં ડીકેવી કોલેજ સામે આવેલા ક્રોસ રોડ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખને મળી હતી. માહિતી મળતા જ યુવક કોંગ્રેસના પ્રમુખ તોસીફ ખાન પઠાણ અને એનએસયુઆઇના પ્રમુખ મહિપાલ સિંહ જાડેજાએ ક્લાસીસની મુલાકાત લઈને ટ્યુશન ક્લાસ સંચાલકને વકરતા કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ભેગા ન કરવા વિનંતી કરી હતી. જેથી ટ્યુશન ક્લાસ સંચાલકોએ હાલ એવો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી નવી કોરોનાની સરકાર દ્વારા ગાઇડલાઇન નહીં આવે ત્યાં સુધી ક્લાસ નહીં ખોલવામાં આવે તેવી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇને ખાતરી આપી છે.

ત્યારબાદ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યાં સુધી ટ્યુશન સંચાલકો દ્વારા આગળની માહિતી ન મળે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ ટ્યુશન માંથી રજા લઈ ઘરે ચાલ્યા ગયા હતા.ટ્યુશન સંચાલકોએ કહ્યું કે સત્તા કોરોના કારમાં જ્યાં સુધી સરકાર નવી ગાઇડલાઇન બહાર નહીં પડે ત્યાં સુધી અમે ક્લાસ શરૂ નહીં કરીએ.આજે સવારે જ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ટ્યુશન ક્લાસ ચાલુ હતી એવી માહિતી મળતા જ ટ્યુશન સંચાલકને રજૂઆત કરી બાદ નિર્ણય લેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો