નિર્ણય:ટેકાના ભાવે ચણાની ખરીદી માટે વધારાનો જથ્થો મંજૂર: કૃષિ મંત્રી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના ખેડૂતોના હિતમા કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
  • 2,65,029 ખેડૂતો પાસેથી 4.23 મેટ્રીક ટન ચણાની ખરીદી કરાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાના વધારાના જથ્થાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે.

કૃષિમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં ચણાનું મબલખ ઉત્પાદન થયુ હતુ. તેને ધ્યાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના હિતમાં વધારાના જથ્થાની ખરીદી કરવા માટે દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજુર કરીને ગુજરાતને આ વધારાના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ભારત સરકારે 4,65,818 મેટ્રીક ટન ચણાની ખરીદી માટે મંજૂરી આપી હતી. તે પ્રમાણે રાજ્યમાં તા.1 માર્ચથી ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી.

ચણાની ખરીદી માટે નોંધાયેલા કુલ 3,38,777 ખેડૂતો પૈકી અત્યાર સુધી 2,65,029 ખેડૂતોને તક આપી કુલ 4,23,675 મે.ટન ચણા ની ખરીદી કરવામાં આવી છે. જેનો ખેડૂતોમાં ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવ જોવા મળ્યો છે. રાજ્યમાં નોંધણી થયેલ તમામ ખેડૂતોને તેઓના ચણાની ટેકાના ભાવે વેચાણ કરવાની તક મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં ચણાનો જથ્થો વધારી કુલ 5,36,225 મેટ્રીક ટનની મંજૂરી આપવામાં આવી છે. આ વધારાના જથ્થાની હવે ખરીદી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...