તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં 10 એપ્રિલના નેશનલ લોકઅદાલત

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોજદારી, ચેક રીર્ટન, બેંકના દાવા, લગ્ન વિષયક તકરાર સહિતના કેસનો નિકાલ થશે

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર આગામી તા.10 એપ્રિલના જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં ફોજદારી સમાધાનપત્ર કેસ, નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમએ.સીપીના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વિજળી અને પાણી બિલ(સમાધાન પાત્ર ન હોય તે સિવાયના), કૌટુંબીક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ(ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ), અન્ય સીવીલ કેસ(ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ વગેરે કેસો નિકાલ કરવામાં આવશે.

જામનગર જિલ્લાની જનતા તથા પક્ષકારો ઉપરોકત નકકી કરેલા પેન્ડીંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માગતા હોય તો તેઓએ વકીલ મારફતે કેસ લોક અદાલતમાં મુકવા અનુરોધ કરાયો છે. લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફોન નં. 0288-2550106 નો સંપર્ક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો