કાર્યવાહી:મોટી ખાવડી નજીક મુસાફરોની ગેરકાયદે હેરફેર મુદ્દે કાર્યવાહી

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળા કાચ લગાવીને ફરતા મોટા માથા પર તવાઈ

જામનગરના ખાવડી રોડ પર જિલ્લા તથા શહેર ટ્રાફિક દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું . આ દરમિયાન ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવી દંડ ફટકારવામાં આવ્યો હતો . તેમજ ગાડી પર કાળા કાચ લગાવીને ફરતા લોકો પર પોલીસની ખાસ તવાઈ ઉતરી હતી.

જેમાં વાહન પર કાળી ફિલ્મ લગાડવા ઉપરાંત , માલવાહકમાં પેસેન્જર ભરીને ચલાવતા હોય તેવા વાહન ચાલકો ઝડપાયા હતા . જેને લઈને પોલીસે ડોક્યુમેન્ટ તપાસી લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા . અને દંડ ફટકારવા ઉપરાંત વાહનો ડીટેઇલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી .આ દરમિયાન વાહનચાલકોએ ગ્રામીણ રસ્તે શોર્ટકટ માટીને દંડથી બચવા પ્રયાસ કર્યો હતો . જેમાં પીએસઆઇ એમ . વી . મોઢવાડીયા , હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ , દિનેશ સાગઠિયા સહિતનો પોલીસ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો

અન્ય સમાચારો પણ છે...