કાર્યવાહી:જામનગરમાં ચેક રીટર્નના ત્રણ કેસમાં આરોપીને સજા, એક-એક વર્ષની કેદ અને રૂ.7.70 લાખનો દંડ ફટકાર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ફાઈનાન્સ પેઢી ચલાવતા આસામીએ નગરના આસામી સામે અદાલતમાં ચેક પરતની જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અદાલતે એક-એક વર્ષની અને છ મહિનાની કેદની સજા તેમજ ચેકની રકમ કુલ રૂ.7,70,500 નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતરપેટે ચૂકવવા આદેશ કર્યો છે.

શિવમ્ ફાઈનાન્સની ૫ેઢી ચલાવતા મુકેશભાઈ લક્ષ્મીદાસ વૈદ પાસેથી રાજીવ મણિલાલ શાહે રૂ.3.26 લાખ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી વસૂલાત વગર પરત ફરતા મુકેશભાઈએ રાજીવ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી રાજીવને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે.

આ જ પેઢી પાસેથી અગાઉ રૂ.2 લાખની રકમ રાજીવ ઉછીની મેળવી હતી અને તે પછી રૂ.2,44,500 ની રકમ લીધી હતી. તે બન્ને રકમની પરત ચુકવણી માટે પણ રાજીવે ચેક આપ્યા હતા. તે ચેક પણ પરત ફરતા મુકેશભાઈએ અદાલતમાં ધા નાખી હતી. તે બન્ને કેસમાં અદાલતે આરોપી રાજીવને તકસીરવાન ઠરાવી અનુક્રમે છ મહિના તથા એક વર્ષની કેદની સજા ફટકારી છે. બન્ને કેસમાં ચેક મુજબની રકમનો દંડ ભરપાઈ કરવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...