જામનગરના એક આસામીએ જમીન ખરીદ્યા પછી તેના અવેજની બાકી રહેતી રકમ માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક-2માં વસવાટ કરતા જયેશ અંબિકાદત્ત જોષી નામના આસામીએ વૃંદાવન પાર્ક-1માં આવેલી સ્મિત રાજેશભાઈ પરમાર નામના આસામીની જગ્યા વેચાતી લીધી હતી.
તે સોદાપેટે રૂ.19.50 લાખની રકમ સ્મિત પરમારે લેવાની બાકી હતી. તે રકમની ચૂકવણી માટે જયેશ જોષીએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા સ્મિત પરમારે નોટીસ પાઠવ્યા પછી તેનો પ્રત્યુત્તર ન મળતા અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે રજૂ થયેલા પુરાવા તથા જુબાનીને ધ્યાને લઇ આરોપી જયેશ જોષીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૂા. 29 લાખનો દંડ ફટકાર્યો છે. આટલું જ નહી દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ભોગવવા આદેશ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.