તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગરના ગાંજા પ્રકરણમાં આરોપીના 3 દિવસ ના રિમાન્ડ

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંજો મંગાવનારા પિતા અને પુત્રને દબોચી લેવા માટે ક્વાયત

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પીટલ પાસે એક મકાનમાં એસઓજીએ દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના સવા કિલો જથ્થા સાથે એક શખ્સને દબોચી લીઘો હતો જેના પોલીસે 3 દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે.આ ગાંજો મંગાવનારા અન્ય બે આરોપી પિતા-પુત્રને સકંજામાં લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં એસઓજીના પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પીટલ પાસેના સૈયદ ફળીમાં એક મકાનમાં દરોડો પાડી અંદર તલાશી લેતા માદક પદાર્થ ગાંજાનો સવા કિલો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ઇમરાન હનીફ સમાને પકડી પાડી ગાંજો અને વેચાણની રોકડ સહિત રૂ.82,100નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછમાં આ ગાંજા પ્રકરણમાં હનિફ ઉર્ફે હનફો આમદ સમા અને સોહિલ હનીફ સમાની સંડોવણી બહાર આવી હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા ઇમરાનનો કોવિડ રીપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ કરી તા.10મી સુધીના ત્રણ દિવસના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.ગાંજાનો આ જથ્થો મંગાવનારા પિતા અને પુત્ર હજુ ફરાર હોવાથી પોલીસે તેને દબોચી લેવા જુદી જુદી દિશામાં તપાસ લંબાવી છે.

અન્ય સમાચારો પણ છે...