તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચ પ્રકરણ:આરોપી પોલીસ કર્મીના 5 દી’ના રિમાન્ડ મંગાશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોજદાર-પોલીસ કર્મીના ઘરે એસીબીની ટીમે કરી ઝડતી

જામનગરમાં મહિલા પોલીસ મથક નજીક એસીબીએ ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ લેતા ડ્રાઇવર પોલીસ કર્મીને પકડી પાડયો હતો.જે આરોપીનો કોવિડ રીપોર્ટ નેગેટીવ આવતા તેની અટકાયત કરાઇ છે જેને પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં રહેતા નાગરીક દ્વારા થોડા સમય પુર્વે તેના સાળીને કોઇ શખ્સ ભગાડી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી.જે કેસની તપાસ મહિલા પોલીસ મથક ખાતે સોંપાઇ હતી.જે કેસના મહિલા પીએસઆઇ ભટ્ટ દ્વારા ફરીયાદીને અવાર નવાર બોલાવવામાં આવ્યા હતા. જે કેસમાં અત્યાર સુધી તપાસ સારી રીતે કરી છે તે મામલે રૂ.5 હજારની લાંચની માંગણી કરાઇ હતી.

જે મામલે ફરીયાદીએ એસીબીનો સંપર્ક સાધી ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે એસીબીના પી.આઇ. એ.ડી.પરમાર અને સ્ટાફે શુક્રવારે રાત્રે મહિલા પોલીસ મથક પાસે ટ્રેપ ગોઠવી હતી.જેમાં મહિલા પીએસઆઇ વતી રૂ.પાંચ હજારની લાંચ લેતા ડ્રાઇવર પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને પકડી પાડયો હતો.જે આરોપીનો કોવીડ રીપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ કરાઇ છે.

જયારે પોલીસ કર્મી. અને મહિલા પીએસઆઇના ઘરે પણ એસીબીએ ઝડતી કરી હતી.જોકે,કશું વાંધાજનક મળ્યુ ન હોવાનુ જાણવા મળ્યુ છે.એસીબી સંભવત કાલે આરોપી પોલીસ કર્મીને પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરશે.

અન્ય સમાચારો પણ છે...