કાર્યવાહી:ચેલા મેફેડ્રોન પ્રકરણમાં માદક દ્રવ્ય પૂરું પાડનાર આરોપી પનવેલથી ઝબ્બે

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી આસિફ પીરાણી - Divya Bhaskar
આરોપી આસિફ પીરાણી
  • SOGએ મહારાષ્ટ્ર સુધી તપાસ લંબાવી સપ્લાયરને દબોચ્યો
  • પંચ બી પોલીસે​​​​​​​ આરોપીનો કબજો સંભાળ્યો: રિમાન્ડની તજવીજ

જામનગર નજીક ચેલા ગામ પાસે પોલીસે એક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે એક શખસને દબોચી લીઘો હતો.જે નશીલો પદાર્થ મહારાષ્ટ્રના પનવેલના શખસ પાસેથી મેળવ્યો હોવાનુ કબુલતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.જે પ્રકરણમાં ફરાર આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે મહારાષ્ટ્રના પનવેલ ખાતેથી દબોચી લીઘો હતો જેનો કબજો પંચ બી પોલીસને સુપરત કરાતા તેની સધન પુછપરછ સાથે વધુ તપાસ આગળ ધપાવાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક ચેલા ગામે એસઓજી પોલીસે એક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે ઇમ્તીયાઝ લાખા નામના શખ્સને પકડી પાડયો હતો. જેના કબજામાંથી રૂ.3.40 લાખથી વધુની કિંમતનુ મેફેડ્રોન સહિત રૂ.3.50 લાખ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા આ શખ્સની પ્રાથમિક પુછપરછ હાથ ધરતા ઉકત જથ્થો મહારાષ્ટ્રના પનવેલ પાસે રહેતા શખસ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી.

આથી પોલીસે બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.જે કેસની તપાસ દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. વિંછી અને સ્ટાફ સહિતની ટીમે મહારાષ્ટ્રના પનવેલ સુધી તપાસ લંબાવી હતી અને માલ પુરો પાડનાર ફરાર આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણીને પનવેલ પાસે વ્હાલગાંવ,ઉલવા પાસેથી દબોચી લીઘો હતો.

એસઓજી પોલીસે આ આરોપીનો કબજો પંચ બી પોલીસને સુપરત કરતા તેની વિધિવત અટક કરાઇ હતી.પોલીસે પકડાયેલા શખ્સની સધન પુછપરછ માટે સંભવત કાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરશે.જે પુછપરછમાં વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...