તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોકલેટ આપી બિભત્સ વીડિયો બતાવી શિકાર બનાવી હતી
  • પોકસો સહિતની કલમ હેઠળ ગુનો: સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો

જામનગરમાં ચોકલેટ આપી બિભત્સ વિડીયો બતાવી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સ્પેશ્યલ અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સામે પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. શહેરભરમાં ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, વર્ષ-2009 માં જામનગરમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાજેશ બાબુભાઇ વાળા નામનો શખસ તા.3/9/2019 ના ચાર મહીના પહેલા તથા નવરાત્રી દરમ્યાન ચોકલેટ આપી લલચાવી વાતચીત કરી સગીરાને મોબાઇલમાં બિભત્સ વિડીયો બતાવ્યો હતો.

આટલું જ નહીં સગીરાની માતાની ગેરહાજરીમાં તેણીના ઘેર જઇ રાજેશે સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજેશ સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ જામનગરની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે આરોપી રાજેશને તકસીરવાન ઠેરવી દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આજીવન કેદ અને દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...