તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખૂનના ગુનામાં 10 વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર પોલીસે મોરબીથી દબોચી લીધો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં હત્યાના કેસમાં પેરોલ પર છૂટીને નાસી છૂટેલા શખસને પોલીસે 10 વર્ષ બાદ મોરબીમાંથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. જામનગર જિલ્લાના કાલાવડમાં 2008માં હત્યાના ગુનામાં સંડોવાયેલા હારસંગ લુલિયાભાઈ બામણિયા (રહે. મધ્યપ્રદેશ)ને પોલીસે અટક કરી કેસ ચાલી જતાં તેને અમદાવાદની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

જ્યાં તે પેરોલ પર છૂટ્યા બાદ વર્ષ 2011માં નાસી છૂટ્યો હતો અને પોતાની ઓળખ બદલી મોરબી જિલ્લાના બગથળા ગામે રહેતો હતો જે અંગેની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળતા તેઓએ ત્યાં તપાસ કરી તેની અટક કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...