ધરપકડ:તરૂણી ઉપર દુષ્કર્મનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખીજડિયા સંબંધીના ઘરે આવેલી તરૂણીને ધાક ધમકી અપાતી’તી : પોલીસ ફરિયાદ

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સગાના ઘરે રહેતી તરૂણીને ધાકધમકી આપીને છેલ્લા છએક માસથી ખીજડિયા ગામનો શખ્સ દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અને સંબંધીઓના ઘરે રહેતી તરૂણીને ટ્રાન્સપોર્ટમાં કલીનર તરીકે નોકરી કરતો અને ખીજડિયા ગામમાં રહેતો હાર્દિક ઉર્ફે ટકો રમેશભાઇ મકવાણા નામના શખ્સે છેલ્લા છએક માસથી અવાર-નવાર ધાકધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની તરૂણીના સંબંધીઓને જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.બી. ગઢવીના માર્ગદર્શન મુજબ આરોપી સામે ગુન્હો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે વોચ ગોઠવી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે તેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...