ધરપકડ:જામનગરમાં અડધો ડઝન મોબાઈલની ઉઠાંતરી કરનાર આરોપી ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • સ્થાનિક ગુના શોધક શાખાએ કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાંથી દબોચી લીધો
  • જુદા​​​​​​​ જુદા સ્થળેથી ચોરી કરાયેલા 6 મોબાઈલ ફોન કબજે કરતી પોલીસ, સઘન પૂછતાછ

જામનગર શહેરમાં જુદા જુદા સ્થળે રાત્રી દરમિયાન મોબાઇલની ચોરીના બનાવોના પગલે તપાસ દરમિયાન એલસીબીએ એક શખસને છ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી પાડયો હતો.જેનો કબજો સીટી એ પોલીસને સુપરત કરાતા સધન પુછપરછ હાથ ધરાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના નવાગામ ઘેડમાં રહેણાંક મકાનોમાંથી ત્રણ મોબાઇલ ચોરી થયાની ફરીયાદ નોંધાઇ હતી.આ ઉપરાંત હર્ષદમિલની ચાલી વિસ્તારમાં પણ સીદીકભાઇ જીંદાણી નામના આસામીએ પોતાના તથા અન્યના મકાનમાંથી જુદા જુદા ચાર ફોન ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જે તપાસ દરમિયાન એલસીબી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી જે વેળાએ બાતમીના આધારે વોચ ગોઠવી કાલાવડ ગેઇટ બહાર કલ્યાણ ચોક પાસેથી નવાઝખાન અયુબખાન પઠાણને સકંજામાં લીઘો હતો.જેની પોલીસે તલાશી લેતા તેના કબજામાંથી ચોરાઉ મોબાઇલ મળી આવ્યો હતો.

પોલીસે પકડાયેલા શખસ પાસેથી રૂ. 30,500ની કિંમતના જુદા જુદા છ મોબાઇલ ફોન કબજે કર્યા હતા.પોલીસ પુછપરછ દરમિયાન તેણે જુદા જુદા સ્થળેથી મોબાઇલ તફડાવ્યાની કબુલાત પણ પોલીસને આપી હતી. આ બનાવ અંગે સ્થાનિક ગુના શોધક શાખાએ તેનો કબજો સીટી એ પોલીસને સુપરત કરતા સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...