જામનગરમાં કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિણીત યુવાને પચીસ વર્ષીય યુવતિ સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યાની તેમજ રોકાણના બહાને 5.20 લાખની રકમ મેળવી કોઇ રોકાણ નહી કરી વાપરી નાખી પરત નહી કર્યાની ફરીયાદ નોંધાઇ હતી.
જામનગરના ગ્રામ્ય પંથકમાં રહેતી એક પચીસ વર્ષીય યુવતિ સાથે મોર્ડન માર્કેટ ખાતે ઇન્વેસ્ટમેન્ટના વ્યવસાય સાથે સકંળાયેલા મિતેશ મહેતાએ મિત્રતા કેળવી હતી. છેલ્લા ત્રણેક વર્ષથી સાથે કામ કરતી યુવતિ સાથે સંબંધ કેળવીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ. ભોગગ્રસ્ત યુવતિને આરોપી મિતેશે મ્યુચ્યુઅલ ફંડમાં વધુ લાભ મળશે એવી લાલચ આપી રોકાણના બહાને 5.20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી જેનું કોઇ ફંડમાં રોકાણ નહી કરી અંગત વપરાશકર્યાનુ સામે આવ્યુ હતુ.જેમાં ભોગગ્રસ્તે રકમ પરત માંગતા આરોપીએ ધમકી પણ ઉચ્ચારી હતી.ભોગગ્રસ્તની ફરીયાદના આધારે પોલીસે મિતેશ વિરેન્દ્રભાઇ મહેતા સામે દુષ્કર્મ, છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. જેની મહિલા પોલીસ ટીમે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી જે આરોપીના રીમાન્ડ નામંજુર થતા જેલમાં મોકલી દેવાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.