કાર્યવાહી:સાળીની હત્યામાં પકડાયેલો આરોપી જેલહવાલે કરાયો, રિમાન્ડની માંગણી કોર્ટે નામંજૂર કરી દીધી

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં આવી સાળીની હત્યા કરતાં બનેવીને પોલીસે ઝડપી લઈને 3 છરી કબ્જે કરી છે અને પત્ની સાથે અન્ય શખસને સંબંધ હોવાની શંકાએ તેની પણ હત્યા કરવાની તજવીજ કરતાં પોલીસે ઝડપી લીધો હતો. મંગળવારે તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક-રમાં રહેતી કરીમાબેન ઉર્ફે મીનાબેન શકીલભાઈ સિપાઈ (ઉ.વ.35) નામની મહિલાને ઘરની બહાર કચરો નાંખવા નીકળતા અમદાવાદથી આવેલા બનેવી ફિરોઝ ઉર્ફે મુનો અબ્બાસભાઈ કાજી નામના શખસે છરી વડે હુમલો કરીને સાળીની કરપીણ હત્યા નિપજાવીને નાસી છુટ્યો હતો.

જે બાદ મૃતકના પતિ શકીલભાઈ ઈસ્માઈલભાઈ સીપાઈએ પોલીસમાં સાંઢુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, સાંઠુ ફીરોજની પત્ની રીસામણે બેઠી હોય અને સાળી મૃતક કરીમાબેન ચડામણી કરીને તેમનો ઘરસંસાર ચલવા ન દેતી હોવાનો ખાર રાખીને હત્યા કર્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફીરોજ સામે હત્યાનો ગુનો નોંધીને પીઆઈ એમ.જે. જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરીને આરોપી ફીરોજની ધરપકડ કરી હતી બાદમાં આજે કોર્ટમાં રજુ કરતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...