તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કિરીટ જોષી હત્યા પ્રકરણના આરોપીઓ બોગસ પાસપોર્ટ મામલે રિમાન્ડ પર લેવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે 1 આરોપીને 8 દિવસના અને અન્ય બે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ શરૂ કરી

જમનગર શહેરના અતિ ચકચારી કિરીટ જોષી હત્યા પ્રકરણમાં 3 શખ્સોના ત્રણ બોગસ પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા છે. જેલમાં રહેલા ત્રણેય શખ્સોનો કબ્જો સંભાળી કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં કોર્ટે બે શખ્સોના ત્રણ દિવસના અને અન્ય એક શખ્સને આઠ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.

38 મહિના પૂર્વે શહેરના ખ્યાતનામ વકિલ કિરીટ જોષીની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી. જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલના ઇશારે અમદાવાદના હાર્દિક નટવરલાલ પુજારા, દિલીપ નટવરલાલ પુજારા અને જયંત અમૃતલાલ ગઢવીએ આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે છ માસ પૂર્વે આ ત્રણેય શખ્સોને પશ્ચીમ બંગાળથી પકડી પાડયા હતા. પોલીસે તમામ શખ્સોના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ કરી હતી.

જેમાં આ આરોપીઓ દેશના જુદા-જુદા રાજય અને ચાર દેશમાં આસરો પામ્યો હોવાનું સામે આવ્યું હતું. વિદેશમાં કરેલી મુસાફરી બોગસ પાસપોર્ટના આધારે કરી હોવાનું પણ સામે આવ્યું હતું. જે-તે સમયે પોલીસે આરોપીઓની પુછપરછ કરી જેલ હવાલે કર્યા હતા. દરમ્યાન ત્રણેય આરોપીઓએ જયેશ પટેલના ઇશારે બોગસ પાસપોર્ટ કઢાવ્યા હોવાનું સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે ત્રણેય શખ્સોના બોગસ પાસપોર્ટ કબ્જે કર્યા છે.

જેની ખૂટતી વિગતો મેળવવા માટે જેલમાં રહેલ ત્રણેય શખ્સોનો કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે જયંત ચારણ અને હાર્દિક પુજારાને ત્રણ દિવસના જયારે દિલીપ પુજારાને 8 દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો. એસઓજી પોલીસે ત્રણેય શખ્સોની સઘન પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...