તપાસ:ચેલાના મેફેડ્રોન પ્રકરણમાં આરોપી 6 દી’ના રિમાન્ડ પર

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પનવેલથી પોલીસે દબોચ્યો તો, ઝીણવટભરી પુછતાછ

જામનગરના નજીક ચેલામાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે એક શખસને દબોચી લીઘો હતો.જેની પુછપરછમાં પનવેલના શખસ પાસેથી ડ્રગ્સ મેળવ્યાનુ કબુલતા પોલીસે મેફેડ્રોન પુરુ પાડનારને દબોચી લીઘો હતો.જેના પંચ બી પોલીસે છ દિવસના રીમાન્ડ મેળવી જીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

ચેલા ગામે એસઓજી પોલીસે એક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે અેક શખ્સને પકડી પાડયો હતો. જેની પોલીસ પુછપરછમાં ઉકત જથ્થો મહારાષ્ટ્રના પનવેલ પાસે રહેતા શખસ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી.આથી એસઓજી પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ પુરૂ પાડનાર ફરાર આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણીને મહારાષ્ટ્રના પનવેલ પાસેથી પકડી પાડયો હતો.

જે આરોપીનો પંચ બી પોલીસે કબજો સંભાળી તેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો જેના તા.30મી સુધીના છ દિવસના રીમાન્ડ મંજુર થયા છે.આથી પોલીસે ડ્રગ્સ પુરૂ પાડનાર આરોપી આસીફની વધુ પુછપરછ સાથે સધન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...