હીટ એન્ડ રન:ખંભાળિયામાં કારની ઠોકરે વેપારીનું કમકમાટી ભર્યુ મોત, જીવલેણ ટક્કર બાદ આરોપી ચાલક કાર સાથે ફરાર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા ​​​​​​​
  • ​​​​​​​પોલીસે આગળની તપાસ શરૂ કરી

ખંભાળીયા-ભાણવડ રોડ પર સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવમાં ખંભાળીયાના લોહાણા વેપારીનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનના બાઈક પુરપાટ ઝડપે આવતી કારે ઠોકર માર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

કાર ચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા ​​​​​​​
ખંભાળિયામાં જુની મામલતદાર કચેરી પાસે રહેતા તથા નગરનાકે શિવ પાન નામની જથ્થાબંધ હોલસેલ માલ-સામાનની દુકાન ચલાવતા કીર્તિભાઈ રમણીકલાલ બારાઈ (ઉ.42) તેમનું મોટર સાયકલ જીજે-10-એન-8886 લઈને ભાણવડ પાટીયા ગંગા-જમના હોટલ પાસેથી જતા હતા. ત્યારે જીજે-12-બી-એફ-6341 નંબરની મોટરે તેઓને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજયું હતું. અકસ્માત સર્જી કારચાલક પલાયન થઈ ગયો હતો, પણ તેની કારનું નંબરપ્લેટ સાથેનું આગળના ભાગનું બોનેટ ત્યાં પડી ગયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ કારચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા હતા.

મૃતકનાં ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી
​​​​​​​
બનાવની મળતી માહિતી મુજબ કીર્તિભાઈના ઘેર બધા અગ્યારસ રહ્યા હતા જેથી મિત્ર સાથે ચાર રસ્તા પર અન્નપૂર્ણા હોટલમાં જમવા ગયા હતાં. ત્યાં મિત્ર ન આવતા ઘેર આવીને ફરીથી ગંગા-જમુના હોટલે જમવા માટે ગયા હતા અને ત્યાં આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ જીતેન્દ્ર રમણિકભાઈ બારાઈએ કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાર ચાલકે અગાવ પણ એક કારને ઠોકર મારી ઝઘડો કર્યો હતો​​​​​​​
અકસ્માત સર્જનાર મોટર ચાલકે ઉપરોકત અકસ્માત પહેલા જડેશ્વર રોડ પર આહિર સમાજની વાડી પાસે પણ એક કારને ઠોકર મારી ઝઘડો કર્યો હતો. તે અંગે રામનાથ સોસાયટીમાં રહેતા પાલાભાઈ રણમલભાઈ લગારિયાએ કાર નં.જીજે-12-બીએફ-6340 વાળા સામે અકસ્માત સર્જવા અને તથા તેની પત્નીને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપીને તેમના પત્નીનો વીવો કંપનીનો મોબાઈલ તોડી નાખી નુક્સાન કર્યાની ફરિયાદ પણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...