તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામનગરમાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણમાં આરોપી પકડાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી પર રાખી કુકર્મ આચર્યાની ફરિયાદ

શહેરમાં રહેતી એક 17 વર્ષીય સગીરા કૃષ્ણનગર નજીકના વિસ્તારમાં આરોપી જહાગીર યુસુફભાઇ ખફીની ઓફિસમાં નોકરી પર લાગી હતી.જેમાં તેણીને લાલચ આપી ફ્રેન્ડશીપ કરી ઓફિસધારક શખ્સે અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવની ભોગગ્રસ્તની ફરીયાદના આધારે સીટી સી પોલીસે જહાગીર ખફી સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.દુષ્કર્મનો આ બનાવ ગત બીજી એપ્રિલથી ત્રીસમી જુન દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયે છે.આ ફરીયાદના પગલે સીટી સી પોલીસે પણ તુરંત જ તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો.પોલીસે સગીરા અને આરોપીનુ મેડીકલ પરીક્ષણ કરાવ્યુ હતુ. જયારે આરોપીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...