જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ચૂંટણીના અનુસંધાને નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડવા માટેની વિશેષ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે વધુ એક ફરારી આરોપીને ભાવનગરમાંથી ઉપાડી લીધો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં રજૂ કર્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન તેમજ પંચ કોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂ અંગેના જુદા જુદા ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રેમલ મહેશભાઈ ઉર્ફે રાજુભાઈ ચુડાસમા કે જે મૂળ ભાવનગરનો વતની છે અને હાલ ભાવનગરમાં સંતાયો છે, તેવી ચોક્કસ બાતમી મેળવીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ભાવનગરમાં ધામા નાખ્યા હતા અને આરોપી પ્રેમલ ચુડાસમાને ઉઠાવી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા પછી ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. આથી ધ્રોલ પોલીસે પ્રોહિબિશન કેસમાં આરોપીને પૂછપરછ સાથે તપાસ આગળ લંબાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.