તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં પૌરાણિક કથા અનુસાર હોળિકાનું દહન કરાયું, ભોઈ સમાજ 65 વર્ષથી કરે છે ઉજવણી

જામનગરએક મહિનો પહેલા
 • હોળિકા દહન સમયે સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી ઉજવાતા હોળિકા મહોત્સવની આ વર્ષે પણ ઉજવણી કરવામા આવી..સામાન્ય રીતે ધામધૂમપૂર્વક થતી ઉજવણીના સ્થાને આ વર્ષે કોરોના મહામારીના પગલે સાદગીપૂર્વક ઉજવણી કરવામા આવી હતી.

લોકોની ભીડ થતા સોશિયલ ડીસ્ટંસનો ભંગ થયો
લોકોની ભીડ થતા સોશિયલ ડીસ્ટંસનો ભંગ થયો

પૌરાણિક કથા અનુસાર ઉજવણી
ભોઈ સમાજ દ્વારા છેલ્લા 65 વર્ષથી શાકમાર્કેટ વિસ્તારમાં હોળિકા, ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની પૌરાણિક કથા અનુસાર હોળિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે. અહીં એક વિશાળ કદનું હોળિકાનું પૂતળું તૈયાર કરવામા આવે છે. સાંજના સમયે શહેરના આગેવાનોની હાજરીમાં પૌરાણિક કથા અનુસાર હોળિકાનું દહન કરવામા આવ્યું હતું.. આ સમયે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા.

જામનગર શહેરમાં વધતા કોરોનાના કેસ અને સરકારની ગાઈડલાઈન્સ વચ્ચે પણ હોળિકા દહન સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા સોશિયલ ડીસ્ટંસનો અભાવ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો